|| દસ અવતારની આરતી ||
દસ અવતારની આરતી.
ભગવાન વિષ્ણુ ના દાસ અવતાર ની આરતી
ભગવાન શ્રીહરિ વિષ્ણુએ ધર્મની રક્ષા માટે દરેક યુગમાં અવતાર લીધા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીહરિ વિષ્ણુના કુલ ૨૪ અવતારો છે, તેમાંથી ૧૦ મુખ્ય અવતારો માનવામાં આવે છે . જે ભગવાન વિષ્ણુના દશાવતાર તરીકે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પ્રખ્યાત છે . આજે તમને ભગવાન વિષ્ણુના દશાાવતાર ની આરતી જણાવવા માંગીયે છીએ.આ આરતી અપને મુખ્ય તઃ જન્માષ્ટમી અને રામ નવમી ના દિવસે સાંભળતા હોયીયે છીએ
|| દસ અવતા આરતી ||
જય માધવ રાયા, પ્રભુ શ્રી માધવરાયા (૨) |
આરતી કરીયે કરુણાનંદન (૨), વ્યાપે નહીં માયા || જય દેવ જય દેવ ...પ્રથમે મત્સ્ય તણો અવતાર, માર્યો શંખાસુર પાપી (૨) |
ચતુરાનંદન દેવ (૨), વેદ વિપ્રોને આપી ... || જય દેવ જય દેવ ...
બીજે સુર ને અસુર મળ્યા, સાગર મથવાને કાજે (૨) |
વાંસા પાર ધર્યો મંદ્રાચલ (૨), કશ્યપ મહારાજે ... || જય દેવ જય દેવ ...
ત્રીજે હિરણ્યાક્ષ બળીભૂપ, દમતો પૃથ્વીનો પાપી (૨) |
દાઢ ગ્રહી લાવ્યા વારાહસુર (૨), અવની સ્થિર સ્થાપી || જય દેવ જય દેવ ...
ચોથે નરશિંહનો અવતાર, સેવક પોતાનો જાણી (૨) |
નાખે કરી સંહાર્યા નરહર (૨), નરસિંહ ના સ્વામી || જય દેવ જય દેવ ...
પાંચમે મહાબળીયો બળદેવ, જેથી સુરપતિઓ કાંપે (૨) |
વામન રૂપ ધર્યું મહારાજે (૨), બાળીને પાતાળે ચાંપ્યો || જય દેવ જય દેવ ...
છઠઠે પરશુરામ અવતાર, ફરશી હાથો માં ઝાલી (૨) |
સહસ્ત્રઅર્જુન ને મારીને (૨), પૃથ્વી નિ:ક્ષત્રિય કીધી || જય દેવ જય દેવ ...
સાતમે રઘુવંશી અવતાર, આનંદ કૌશાલિયા પામી (૨) |
પંચવટી માં વસ્યા રાઘવ(૨), સીતા ના સ્વામી || જય દેવ જય દેવ ...
આઠમે મથુરામાં અવતાર, કૃષ્ણ ગોકુળ ગૌચારી (૨) |
તમે તો રક્ષ્યા ગોપી ગોવાળ (૨), ગોવર્ધન ધારી || જય દેવ જય દેવ ...
નવમે બુદ્ધ તણો અવતાર, ભાર પૃથ્વી પર વધ્યો (૨) |
ધ્યાન ધરી બેઠા ધરણીધર, યોગ યોગાન્ત સાધ્યો || જય દેવ જય દેવ ...
દશમે કલકીનો અવતાર, પૃથ્વી નકલંકી કરશો (૨) |
મલેશ ને મારી ને રાઘવ (૨), સેવક સુખ દેશો || જય દેવ જય દેવ ...
અગિયારમે મોહન ને મહાદેવ, આરતી અંતર માં ધરશો (૨) |
ભાવધારી ભૂધરને ભજતા (૨), ભાવસાગર તરશો || જય દેવ જય દેવ ...
એ આરતીનો મોટો મહિમા સુનીવાર મુનિ ગાવે (૨) |
મોતી પુષ્પ વધાવે(૨), મનવાંચ્છિત આપે || જય દેવ જય દેવ ...
દશ અવતારની આરતી જે કોઈ ભાવે ગાશે (૨) |
હરિહરના ગુણ ગાતા (૨), હરિ ચરણે જાશે || જય દેવ જય દેવ ...
ભગવાન વિષ્ણુ વિશ્વના સર્જક છે. અસ્તિત્વમાં છે તે બધું તેમના દ્વારા સર્જન કરવામાં આવ્યું છે. દાસ અવતાર ની આરતી ભક્તોને લાંબી અને તકલીફ મુક્ત જીવન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જે વ્યક્તિ ભગવાન ની પૂજા અર્ચના કરે છે અને આરતી કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરવાને સક્ષમ છે. ભગવાન તેમના ભક્તોને માનસિક અને શારીરિક રાહત અને સુખી અને સમૃદ્ધ જીવન પ્રદાન કરીને તેમના જીવનને સરળ બનાવે છે.
🙏 તમારો સમય આપવા બાદલ આભાર 🙏
TO VIEW THIS IN ENGLISH click here
NOTE : If you find any correction or discrepancy please write it to me @ vikramaditya.tandel@gmail.com
NOTE : If you find any correction or discrepancy please write it to me @ vikramaditya.tandel@gmail.com
Moksh margi arti omkarni arti apo
ReplyDeleteManisha
ReplyDeleteOM NAMAH SHIVAY
ReplyDeleteસત્યમમાં2
ReplyDeleteSatyammachhi21
ReplyDeleteSatyammachhi21
ReplyDeleteજય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ
ReplyDeleteNice, looking for this for soo long
ReplyDeleteNamo narayan🙏
ReplyDeleteNice
ReplyDelete