|| દસ અવતારની આરતી ||

દસ અવતારની આરતી.

Bhagwan Aavtaar

જય માધવ રાયા, પ્રભુ શ્રી માધવરાયા (૨) |
આરતી કરીયે કરુણાનંદન (૨),  વ્યાપે નહીં માયા || જય દેવ જય દેવ ...

પ્રથમે મત્સ્ય તણો અવતાર, માર્યો શંખાસુર પાપી (૨) |
ચતુરાનંદન દેવ (૨), વેદ વિપ્રોને આપી ...  ||   જય દેવ જય દેવ ...

બીજે સુર ને અસુર મળ્યા, સાગર મથવાને કાજે (૨) |
વાંસા પાર ધર્યો મંદ્રાચલ (૨), કશ્યપ મહારાજે ... ||   જય દેવ જય દેવ ...

ત્રીજે હિરણ્યાક્ષ બળીભૂપ, દમતો પૃથ્વીનો પાપી (૨) |
દાઢ ગ્રહી લાવ્યા વારાહસુર (૨), અવની સ્થિર સ્થાપી || જય દેવ જય દેવ ...

ચોથે નરશિંહનો અવતાર, સેવક પોતાનો જાણી (૨) |
નાખે કરી સંહાર્યા નરહર (૨), નરસિંહ ના સ્વામી ||   જય દેવ જય દેવ ...

પાંચમે મહાબળીયો બળદેવ, જેથી સુરપતિઓ કાંપે (૨) |
વામન રૂપ ધર્યું મહારાજે (૨), બાળીને પાતાળે ચાંપ્યો ||  જય દેવ જય દેવ ...

છઠઠે પરશુરામ અવતાર, ફરશી હાથો માં ઝાલી (૨) |
સહસ્ત્રઅર્જુન ને મારીને (૨), પૃથ્વી નિ:ક્ષત્રિય કીધી ||   જય દેવ જય દેવ ...

સાતમે રઘુવંશી અવતાર, આનંદ કૌશાલિયા પામી (૨) |
પંચવટી માં વસ્યા રાઘવ(૨), સીતા ના સ્વામી ||   જય દેવ જય દેવ ...

આઠમે મથુરામાં અવતાર, કૃષ્ણ ગોકુળ ગૌચારી (૨) |
તમે તો  રક્ષ્યા ગોપી ગોવાળ (૨), ગોવર્ધન ધારી ||   જય દેવ જય દેવ ... 

નવમે બુદ્ધ તણો અવતાર, ભાર પૃથ્વી પર વધ્યો (૨) |
ધ્યાન ધરી બેઠા ધરણીધર, યોગ યોગાન્ત સાધ્યો ||   જય દેવ જય દેવ ...

દશમે કલકીનો અવતાર, પૃથ્વી નકલંકી કરશો (૨) |
મલેશ ને મારી ને રાઘવ (૨), સેવક સુખ દેશો ||   જય દેવ જય દેવ ...

અગિયારમે મોહન ને મહાદેવ, આરતી અંતર માં ધરશો (૨) |
ભાવધારી ભૂધરને ભજતા (૨), ભાવસાગર તરશો  || જય દેવ જય દેવ ...

એ આરતીનો મોટો મહિમા સુનીવાર મુનિ ગાવે (૨) |
મોતી પુષ્પ વધાવે(૨), મનવાંચ્છિત આપે ||  જય દેવ જય દેવ ...

દશ અવતારની આરતી જે કોઈ ભાવે ગાશે (૨) |
હરિહરના ગુણ ગાતા (૨), હરિ ચરણે જાશે ||  જય દેવ જય દેવ ...


To view this in ENGLISH click here  

NOTE : If you find any correction or discrepancy please write it to me @ vikramaditya.tandel@gmail.com 

Comments

  1. Moksh margi arti omkarni arti apo

    ReplyDelete
  2. OM NAMAH SHIVAY

    ReplyDelete
  3. સત્યમમાં2

    ReplyDelete
  4. જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

|| Dasavatar Ni Aarti Gujarati ||